તા. 3 જૂન, 2026ના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા વાંકાનેર શહેરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આબાલવૃદ્ધ નાગરિકો, યુવાનો તેમજ દિકરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સાયકલના ઉપયોગ માટે જનજાગૃતિ ફેલાવી હતી.

રેલી દરમિયાન “સાયકલ ચલાવો, ઈંધણ બચાવો”, “સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવો”, “સાયકલ ચલાવો, આરોગ્ય સુધારો” તેમજ “પાણી બચાવો” જેવા સૂત્રોચ્ચારો સાથે શહેરમાં જાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભુપતભાઈ છૈયા, અમરસીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલીયા, જગદીશભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ ભીંડોરા, ધવલભાઈ કરથીયા, હિરેનભાઈ, દીપકભાઈ, રમેશભાઈ સહિત અનેક આગેવાનો અને નાગરિકો સ્વયંસ્ફૂર્ત રીતે જોડાયા હતા.

વિશ્વ સાયકલ દિવસનો મુખ્ય ઉદ્દેશ સાયકલને પર્યાવરણમિત્ર અને આરોગ્યપ્રદ વાહન તરીકે પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા સમાજના તમામ નાગરિકોને દૈનિક જીવનમાં વધુને વધુ સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.













