આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વાંકાનેરમાં આજે સાંજે સાયકલ રેલી યોજાશે

Image

વિશ્વ સાયકલ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વાંકાનેરના પર્યાવરણ ગતિવિધિ વિભાગ દ્વારા આજે તા. 03 જૂન, 2026 બુધવારના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


આ રેલી સાંજે 6:00 વાગ્યે વિદ્યાભારતી પ્રાથમિક શાળા, રાજકોટ રોડ, નવા બસસ્ટેશન પાસે થી પ્રસ્થાન કરશે. રેલીનો માર્ગ વિદ્યાભારતી પ્રાથમિક શાળા – આરોગ્યનગર – દિવાનપરા – માર્કેટ ચોક – પ્રતાપ રોડ – બંધુસમાજથી વળી ભરવાડપરા – આરોગ્યનગર થઈને ફરી વિદ્યાભારતી પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થશે.


આયોજકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય જાગૃતિ અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ભૂપતભાઈ છૈયા (મો. 94282 97874) નો સંપર્ક કરી શકાય છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading