વાંકાનેર શહેરમાં અંગ્રેજી ભાષા શીખવા ઈચ્છુકો માટે બેસ્ટ પ્લેટફોર્મ આવી ગયું છે. જેમાં બ્રિલિયન્ટ ક્લાસિસ દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ અંગ્રેજી શીખવાનો કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે.
આ કોર્સ વર્ષોના અનુભવ અને મહેનતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકોના જ્ઞાન સુધી મર્યાદિત રાખવાને બદલે, સતત અપડેટ થતું મટિરિયલ અને પ્રેક્ટિકલ શીખવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. વાંકાનેરમાં છેલ્લા 15 વર્ષથી સફળતાપૂર્વક ચાલતા આ આયોજનને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
કોર્સની વિશેષતાઓમાં કુલ 50 પીરિયડ (દરરોજ 1.5 કલાક) એટલે કે 75 કલાકનું તાલીમ આયોજન સામેલ છે. તેમજ બહારગામના વિદ્યાર્થીઓ માટે અલગ બેચની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રથમ 5 ફ્રી પીરિયડ પછી જ એડમિશન આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીને કોર્સ અંગે સંપૂર્ણ સમજ મળી શકે.
આ કોર્સમાં વિદ્યાર્થીને અંગ્રેજી સાચા અર્થમાં સમજવાની અને બોલવાની ક્ષમતા વિકસાવવામાં ખાસ ભાર મૂકવામાં આવે છે. માત્ર રટણ નહીં પરંતુ દૈનિક જીવનમાં ઉપયોગી બને તે રીતે શીખવવામાં આવે છે. સાથે જ 5 થી 15 દિવસમાં અંગ્રેજી બોલવાની આત્મવિશ્વાસ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
આ બેચ 3 એપ્રિલ 2026થી શરૂ થવાની છે, અને એડમિશન મર્યાદિત હોવાથી વાલીઓ તથા વિદ્યાર્થીઓએ વહેલી તકે સંપર્ક કરવો અનિવાર્ય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: 9825203140









