વાંકાનેર ના ધમલપર-૨ ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

Image

વાંકાનેર સીટી પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર વિરોધી ડ્રાઈવ અંતર્ગત ધમલપર-૨ ગામ ખાતે રેડ કરી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૬,૧૮૦ તથા ગંજીપત્તાના પાના કબ્જે કરી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ધમલપર-૨ ગામની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે જુગાર રમતા હોવાની ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરવામાં આવી હતી.


રેડ દરમિયાન કેટલાક ઇસમો નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે કોર્ડન કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના મળી આવ્યા હતા.


પકડાયેલા આરોપીઓમાં મંગાભાઈ દેવજીભાઈ કારેલીયા, રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ, રમેશભાઈ અમરશીભાઈ મેર, રાજેશભાઈ વાલજીભાઈ જીંજરીયા તથા ધીરૂભાઈ ગાંડુભાઈ સનુરાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ધમલપર-૨ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી પો.કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading