વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે હરુભા બનેસિંહ ઝાલાની નિમણૂક

Image

ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે શ્રી હરુભા બનેસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.


આ નિમણૂકનો સત્તાવાર પત્ર તા. ૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહી પક્ષને મજબૂત બનાવવા માટે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


શ્રી હરુભા બનેસિંહ ઝાલાની નિમણૂકને લઈને ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક આગેવાનો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભકામનાઓ વ્યક્ત કરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading