વાંકાનેર શહેરના શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીના શેષકાળ દરમિયાન સમગ્ર સંઘમાં ધર્મોઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે પૂ. ડૉ. ચિંતનચંદ્રજી સ્વામી, પૂ. વિવેકચંદ્રજી સ્વામી, પૂ. અરિહંતચંદ્રજી સ્વામી તથા પૂ. વર્ધમાનજી સ્વામી સહિત ઠાણા-૫ના પાવન સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

સંઘ ખાતે 16 દિવસની સ્થિરતા દરમિયાન વ્યાખ્યાનમાળા, રાત્રિ પ્રવચનો, તપ આરાધના, પાર્શ્વ પદ્માવતી મંત્ર સાધના તથા પાસઠિયા યંત્ર આરાધના યોજાઈ હતી. જેમાં યુવાનો સહિત સમગ્ર જૈન સંઘે ઉત્સાહભેર ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન પર્યુષણ પર્વ જેવો ભક્તિમય અને ઐતિહાસિક માહોલ સર્જાયો હતો.

આ શેષકાળ દરમિયાન સાધર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે લીધો હતો. ઉપરાંત પ્રભાવના સહિતના વિવિધ ધાર્મિક કાર્યોમાં અનેક દાતાશ્રીઓએ સહયોગ આપ્યો હતો.

સંઘ પ્રમુખ અનંતભાઈ મહેતા સહિત સચીનભાઈ કામદાર, અલ્પેશભાઈ પટેલ, હર્ષદભાઈ પારેખ, ઉપેન્દ્રભાઈ દોશી, ભાવિનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, સચિનભાઈ સંઘવી તથા AAA ગ્રુપના કાર્યકરોએ સેવાકીય વ્યવસ્થાની સફળ જવાબદારી સંભાળી હતી.

આ અવસરે ગોપાલ સંપ્રદાયના પૂજ્ય ઉત્તમકુમારજી સાથે શુભ મિલન થયું હતું. તેમજ પ્રથમ વખત આચાર્યશ્રીની સ્થિરતા દરમિયાન પૂ. વર્ષાજી મ.સા., તરલાજી મ.સા., કોમલજી મ.સા., ઓજસ મ.સા. તથા ધિરતાજી મ.સા. સહિતના સતીજીઓનો પણ સંઘને લાભ મળ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા પણ ગુરુદર્શન માટે પધાર્યા હતા અને ધર્મલાભ લીધો હતો.
















