
વાંકાનેર ના જીનપરા વિસ્તારમાં જીનવાળી શેરી માં આવેલ આશરે 50 વર્ષ જૂનું શ્રી ચેતક હનુમાનજી મંદિર ખાતે મંદિર ના નવનિર્માણ – પુનઃ જીર્ણોધાર નિમિતે સમાજ સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “દાન એ જ શ્રેષ્ઠ સેવા છે” ના સંદેશ સાથે યોજાનાર આ કેમ્પ તા. 22 માર્ચ 2026, રવિવારના રોજ સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી યોજાશે.

આ કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈને રક્તદાન કરી માનવ સેવા કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ “તમારું એક રક્તદાન કોઈના જીવને બચાવી શકે છે”, તેથી યુવાઓ અને નાગરિકોને ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
રક્તદાન કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે જીગ્નેશભાઈ નાગ્રેચા (મો. 75677 67777) તથા રવિભાઈ લખતરીયા (મો. 98241 93274) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આ મહારક્તદાન કેમ્પ શ્રી ચેતક હનુમાનજી મંદિર, જીનવાળી શેરી, જીનપરા, વાંકાનેર ખાતે યોજાશે. આયોજકો દ્વારા તમામ ભાવિકો અને નાગરિકોને રક્તદાન માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.









