મોરબી જિલ્લો હવે રાજકોટ રેન્જ માંથી નીકળી બોર્ડર રેન્જમાં સામેલ, પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર

Image

રાજ્યના પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો હવે નવી વ્યવસ્થા મુજબ બોર્ડર રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ જિલ્લાઓ ધરાવતી બોર્ડર રેન્જમાં મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


મોરબી જિલ્લો કચ્છને અડીને આવેલ હોવાથી સરહદી અને વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નવી વ્યવસ્થાથી સરહદી વિસ્તારોમાં પોલીસ તંત્રનું વધુ અસરકારક અને સંકલિત સંચાલન શક્ય બનશે.


બીજી તરફ રાજકોટ જિલ્લો (ગ્રામ્ય), જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ રેન્જ હેઠળ યથાવત રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નવી બનાસકાંઠા રેન્જની પણ રચના કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો તેમજ વાવ અને થરાદ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત રહેશે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading