નવા ધમલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Image

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નવા ધમલપર સ્થિત ગેળ માતાજીના મંદિર ખાતે શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “વૃક્ષો વાવો, ધરતી બચાવો” અને “વૃક્ષો વાવો, વરસાદ લાવો”ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા.


કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી.


આ કાર્યક્રમમાં શૈલેષભાઈ ઠક્કર, બાબુભાઈ ઉઘરેજા, પરષોત્તમ ભુવા, હરુભા ઝાલા, ચતુરભાઈ મકવાણા, ક્રિપાલસિંહ ઝાલા, રતિલાલ અણીયારી, કે.ડી. ઝાલા, વેલનાથ યુવક મંડળ, ગઢીયા હનુમાન મિત્ર મંડળ, પ્રશાંતભાઈ ઉપાધ્યાય, મયુરભાઈ ઠાકર તથા હરેશભાઈ માણસૂરીયા સહિતના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કાર્યકરો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading