વાંકાનેર ખાતે વાણંદ સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની 726મી જન્મજયંતી નિમિતે મહાઆરતી યોજાઈ

Image

વાંકાનેર ખાતે આજ રોજ નાઈ વાણંદ સમાજના આરાધ્ય સંત સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની 726મી જન્મજયંતીની ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન શ્રી સેન મહારાજની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ ભક્તિભાવપૂર્વક મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ રાછડીયા, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર તથા મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા ઉપસ્થિત રહ્યા હતા.


તેમજ શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર ના સભ્યો સહિત વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading