વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મેસરીયા ઓપી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભલગામ ગામની સીમમાં સ્મશાન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે પંચો સાથે સ્થળ પર રેઈડ કરી હતી.

રેઈડ દરમિયાન ગંજીપત્તાના પાના તથા રોકડ રકમથી હારજીતનો જુગાર રમતા કુલ 7 ઈસમો ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી તથા જુગાર રમવાના સ્થળેથી ગંજીપત્તાના 52 પાના અને કુલ રૂ.13,700 રોકડા કબજે કર્યા હતા.

ઝડપાયેલા ઈસમોની વિગતો:
1. વસુભાઈ રઘુભાઈ ભાલીયા, ઉ.વ. 35, વ્યવસાય મજૂરી, રહે. ભલગામ, તા. વાંકાનેર
2. મધુબેન દિનેશભાઈ પંચાળ, ઉ.વ. 38, વ્યવસાય મજૂરી, રહે. ખોડિયાર સોસાયટી, કન્યા શાળાની પાછળ, સો લવટ, કોઠારિયા, રાજકોટ.
3. લાખાભાઈ મનુભાઈ મેવાળા, ઉ.વ. 23, વ્યવસાય મજૂરી, રહે. મેસરીયા, તા. વાંકાનેર, જી. મોરબી.
4. કાજલબેન જીતુભાઈ ગોહિલ, ઉ.વ. 25, વ્યવસાય મજૂરી, રહે. કોઠારિયા સોલવટ, 25 વારીયા ક્વાર્ટર, મેલડીમાના મંદિર પાસે, રાજકોટ.
5. નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા, ઉ.વ. 30, વ્યવસાય મજૂરી, રહે. 25 વારીયા ક્વાર્ટર, નારાયણનગર, શેરી નં. 12, કોઠારિયા સોલવટ, ગોંડલ ચોકડી નજીક, રાજકોટ.
6. સુરેશભાઈ રાજુભાઈ પરમાર, ઉ.વ. 33, વ્યવસાય રી. ડ્રા. રહે. મેસરીયા, તા. વાંકાનેર, જી. મોરબી.
7. કાજલબેન શૈલેષભાઈ કારેણા, ઉ.વ. 26, વ્યવસાય ઘરકામ, રહે. ખોડિયાર સોસાયટી, કન્યા શાળાની પાછળ, કોઠારિયા, રાજકોટ.
પોલીસ ફરિયાદ મુજબ સાતેય ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કુલ મુદ્દામાલ: ગંજીપત્તાના 52 પાના તથા રૂ.13,700 રોકડા.











