વાંકાનેર સિટી પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુર ગામની સીમમાં જાહેર સ્થળે તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 14,100 અને ગંજીપત્તાના 52 પત્તા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ તા. 31 મેની મધરાતે નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચંદ્રપુર ગામની સીમમાં જુનેજ અમીભાઈ પીંડારની વાડી નજીક જાહેરમાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસે તાત્કાલિક સ્થળને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ માં (૧) અજમલભાઈ મામદભાઈ પીંડાર (મોમીન), ઉંમર: 21 વર્ષ, રહે : બોર્ડવાળી શેરી, ચંદ્રપુર, વાંકાનેર, જી. મોરબી (૨) રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (મોમીન), રહે: ભાટીયા કાટા પાછળ, ચંદ્રપુર, વાંકાનેર, જી. મોરબી (૩) મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (મોમીન)
ઉંમર: 32 વર્ષ, રહે : મસ્જિદ પાસે, ચંદ્રપુર, વાંકાનેર, જી. મોરબી, (૪) જુનેજભાઈ અમીભાઈ પીંડાર (મોમીન)
ઉંમર: 32 વર્ષ, રહે : બસ સ્ટેન્ડવાળી શેરી, ચંદ્રપુર, વાંકાનેર, જી. મોરબી (૫) ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવાર (મોમીન)
ઉંમર: 46 વર્ષ, રહે : મસ્જિદ પાસે, ચંદ્રપુર, વાંકાનેર, જી. મોરબી

પોલીસે કુલ ₹14,100ની રોકડ રકમ અને 52 પત્તા કબ્જે કરી પાંચેય આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









