વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર દ્વારા આગામી તા. 27 જૂન, 2026ના રોજ ગાત્રાળ મંદિર, પેડક રોડ ખાતે ભવ્ય વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢીયા હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં “સિંદૂરવન”, “ધર્મવન” અને “સ્મૃતિવન”ના નિર્માણના સંકલ્પ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી યોજાશે. આયોજકો દ્વારા પર્યાવરણપ્રેમી નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આયોજક:
શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર
સંપર્ક નંબર:
📞 98241 93274
📞 75676 32051
📞 81605 71240
📞 63526 30453
સૌજન્ય:
શ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા
શ્રી શૈલેષભાઈ ઠક્કર (સભ્ય, ગુજરાત પ્રદેશ વેપાર સેલ ભાજપ)
શ્રી ચેતનભાઈ જાની
સ્થળ: ગાત્રાળ મંદિર, પેડક રોડ, વાંકાનેર
તારીખ: 27/06/2026 (શનિવાર)
સમય: સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી.














