રાજકોટ વિભાગના વાંકાનેર એસ.ટી. કેન્દ્ર ખાતે આજે વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી હતી. રાજકોટ વિભાગીય નિયામક, DTO, DME તેમજ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાની રજૂઆતના અનુસંધાને બપોરે 2:30 કલાકે નવી બસને રૂટ પર શરૂ કરવામાં આવી હતી.

નવી બસનું શ્રીફળ વધેરી, કંકુ-ચાંદલા કરી અને ફૂલહારથી શણગાર કરીને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બસના ડ્રાઈવર આશિષભાઈ વાજા અને કંડકટર અશોકભાઈ થુલેટીયાની ઉપસ્થિતિમાં મુસાફરોને મીઠાઈ વહેંચવામાં આવી હતી.

આ પ્રસંગે ડેપો મેનેજર એ. એન. પઢારીયા, TI રહીમભાઈ પરમાર, કર્મચારી મંડળના વિવિધ પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં એસ.ટી. કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી બસ સેવાને શુભેચ્છાઓ પાઠવી હતી.















