વાંકાનેર તાલુકાના સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા, ₹30,800 રોકડ સાથે ગંજીપત્તાના પાના જપ્ત

Image

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસને વધુ એક સફળતા મળી છે.


વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સતાપર ગામની સીમમાં હેમાભાઈ કાળાભાઈની વાડી પાસે જાહેર માર્ગ પર કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાં વડે રોકડ રકમનો જુગાર રમતા હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.


દરોડા દરમિયાન કુલ 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹30,800ની રોકડ રકમ તેમજ ગંજીપત્તાના પાનાં કબજે કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


પકડાયેલા આરોપીઓ:
છનાભાઈ જેમાભાઈ ડાભી (સતાપર)
સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા (સતાપર)
નવધણભાઈ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઈ ગણાદીયા (સતાપર)
હિતેશભાઈ જીવરાજભાઈ ધાડવી (વિનયગઢ)
હેમાભાઈ કાળાભાઈ ધરજીયા (સતાપર)
હકાભાઈ કેશભાઈ ગણાદીયા (સતાપર)
વેરશીભાઈ તેજાભાઈ મકવાણા (વિનયગઢ)
નવઘણભાઈ ચોથાભાઈ રાઠોડ (વિનયગઢ)


કબજે કરાયેલ મુદ્દામાલ:
રોકડ રકમ : ₹30,800
ગંજીપત્તાના પાનાં


આ કામગીરીમાં પો.ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એએસઆઈ કૃપાલસિંહ ચાવડા, પો.હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, પો.કોન્સ્ટેબલ સામતભાઈ છુછીયા, બ્રીજેશભાઈ બોરીચા તથા શક્તિસિંહ પરમાર સહિતની સર્વેલન્સ ટીમે મહત્વની કામગીરી બજાવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading