શ્રી સેન યુવા સંગઠન, વાંકાનેર દ્વારા તા. 27/06/2026ના રોજ વાણંદ સમાજના મંદિરે ચોપડા વિતરણ તથા વાણંદ સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના શાહી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના યુવા રત્નોનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની શાહી એન્ટ્રી બાદ બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી.
આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાણંદ સમાજના કુલ 152 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબૂક તથા જરૂરી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.












