વાંકાનેર ગાયત્રી મંદિરે ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ, મોરબી જિલ્લાના નવનિયુક્ત પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાજી નું સ્વાગત

Image

તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે વાંકાનેર તાલુકા ભાજપ સંગઠન અને શહેર ભાજપ સંગઠન દ્વારા પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે મોરબી જિલ્લાના નવનિયુક્ત પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા, મહામંત્રી શ્રી નિર્મલભાઈ જાળિયા, શ્રી તપનભાઈ દવે તથા શ્રી ચતુરભાઈ મકવાણાખાસ ઉપસ્થિત રહ્યા હતા.


પરિચય બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા પ્રભારીશ્રી સહિત જિલ્લા તેમજ તાલુકા-શહેર સંગઠનના હોદ્દેદારોએ રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ ના જનસંપર્ક કાર્યાલય તેમજ તાલુકા અને શહેર ભાજપ કાર્યાલય (પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ) ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.


આ અવસરે વાંકાનેર તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા આગેવાનોનું ફૂલહાર અને સાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા નેતૃત્વ દ્વારા કાર્યાલયમાં ચાલી રહેલી જનસેવા સંબંધિત કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading